અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને અમરેલી જિલ્લા મહિલા અને બાળ કચેરી અંતર્ગત ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ સેલ દ્વારા ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. જીવન ઘડતર અને વર્તમાન સમયે શિક્ષણની આવશ્યકતા, કિશોરીઓનું શિક્ષિત હોવું એ સ્વયં વિકાસ છે, સાક્ષરતાનું પ્રમાણ વધે તે ઉદ્દેશ્ય સાથે તા.૮ સપ્ટેમ્બરે ‘આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે “Promoting multilingual education: Literacy fro mutual understanding and peace” થીમ પર બેટી બચાઓ બેટી પઢાઓ યોજના હેઠળ જાગૃત્તિ કાર્યક્રમ અંતર્ગત કન્યા કેળવણી અને શિક્ષણને પ્રોત્સાહન મળી રહે તે માટે કાર્યક્રમનું આયોજન ટી.પી. ગાંધી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. અમરેલી મહિલા અને બાળ કચેરી અંતર્ગત ડ્ઢૐઈઉ યોજનાના જિલ્લા મિશન કો-ઓર્ડિનેટર હસમુખભાઈ દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે વિગતો અને માર્ગદર્શન આપ્યું હતું. પીબીએસસી અમરેલીના કાઉન્સેલર રોશનીબેન દ્વારા મહિલા સહાયતા કેન્દ્ર વિશેની વિગતો જણાવી હતી.