અમરેલીની માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજની ટી.વાય.બી.એ. સેમેસ્ટર-૦૬ની વિદ્યાર્થિની ડાભી ભૂમિકા કિશોરભાઈ (ગામ નવા ગિરીયા)એ મુખ્ય ગુજરાતી વિષયની ફાઈનલ પરીક્ષામાં સમગ્ર સૌરાષ્ટ્ર યુનિ.માં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ સાથે તેણે ત્રણ ગોલ્ડ મેડલ મેળવીને અમરેલી જિલ્લાને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. હવે ૨૯ ડિસેમ્બરે રાજકોટમાં રાજયપાલ ડો. આચાર્ય દેવવ્રતના હસ્તે પદવીદાન સમારોહમાં તેનું ત્રણ ગોલ્ડ મેડલ સાથે બહુમાન કરાશે. આ કોલેજની વિદ્યાર્થિનીઓએ સતત પાંચમા વર્ષે યુનિ.માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી રાજયપાલના હસ્તે સુવર્ણચન્દ્રક મેળવી નવો કીર્તિમાન સ્થાપ્યો છે. આ વિશેષ સિદ્ધિ બદલ અમરેલી જિલ્લા વિદ્યાસભાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, ઉપપ્રમુખ હેમેન્દ્રભાઈ મહેતા, મંત્રી મનસુખભાઈ ધાનાણી, કિશોરભાઈ મહેતા, ચતુરભાઈ ખૂંટ, કેમ્પસ ડાયરેકટર વી.એન.પેથાણી, તથા તમામ ટ્રસ્ટીઓ, કોલેજની વિદ્યાર્થિનીઓ, આચાર્ય અને તમામ સ્ટાફ મેમ્બર્સે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે.