અમરેલીમાં ગુજરાત સાહિત્ય અકાદમી અને માતુશ્રી મોંઘીબા મહિલા આટ્ર્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવઃ ૨૦૨૫” નિમિત્તે તા. ૨૧/૦૨/૨૦૨૫ ના રોજ એક વ્યાખ્યાનનું આયોજન કરી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કોલેજ ખાતે કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંયોજન કેતનભાઈ જોષીના માર્ગદર્શન હેઠળ થયું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડા. એસ.આર. દવે અને વક્તા તરીકે કવયિત્રી પારૂલબહેન ખખ્ખર ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ગુજરાતી વિભાગનાં નવનિયુકત પ્રાધ્યાપક ડા. નિરૂપા ટાંક દ્વારા કરવામાં આવ્યું. ડો. વિલાસબહેન સોરઠીયાએ પ્રાસંગિક ઉદ્બોધન તથા આમંત્રિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું. પારુલબહેન ખખ્ખરે ‘ગીતકથાઃ કાવ્યની નૂતન કેડી’એ વિષય ઉપર વ્યાખ્યાન રજૂ કર્યું. જ્યારે કેતનભાઈ જોશીએ ‘વાર્તા અને ગુજરાતી સાહિત્યમાં તેની અગત્યતા’ એ વિષય વ્યાખ્યાન રજૂ કર્યું હતું. ડા. એસ.આર. દવેએ માતૃભાષા વિશે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.