અમરેલી જિલ્લામાંથી જુગારની બદી દૂર કરવા પોલીસ સતત કામગીરી કરી રહી છે. અમરેલી શહેરમાંથી એક સગીર સહિત સાત તથા સાવરકુંડલામાંથી ચાર મળી કુલ ૧૧ જુગારીને રૂ.૨૨,૩૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અમરેલીમાં જૈન દેરાસર સામે, ધકાણ હોલ વાળી શેરીમાં એક એપાર્ટમેન્ટમાંથી પોલીસે તનવીરભાઇ ઉર્ફે કબુતર અમીનભાઇ બીલખીયા, ફરજુકભાઇ અસ્લમભાઇ અગવાન, ફેજલભાઇ યુસુફભાઇ રઇસ, સરફરાજભાઇ ઇકબાલભાઇ શેખ, મુનીરખાન અબ્દુલખાન યુસુફજી, અસરફભાઇ કાસમભાઇ કુરેશી તથા એક બાળ કિશોર મળી કુલ સાત જુગારીને રોકડા ૧૦,૭૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન. વી. લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે. સાવરકુંડલામાંથી મનુભાઇ જગુભાઇ ભીસરીયા, પ્રકાશભાઇ ઉર્ફે પપ્પુ ગુંણવતભાઇ ધોરડા, રફીકભાઇ શાબાનભાઇ કમાણી તથા રાકેશભાઇ વ્રજલાલભાઇ પંડ્‌યા હારજીતનો જુગાર રમતાં રોકડા ૧૧,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપાયા હતા. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ હમીરભાઈ હાજાભાઈ કામળીયા વધુ તપાસ કરી રહ્યા છે.