અમરેલીમાં જિલ્લા પંચાયત રોડ ઉપર પેરેડાઇઝ લોન કન્સલટન્ટની ઓફિસે ફિટ કરેલ એસીના આઉટડોર યુનિટમાંથી કોપર પાઇપની ચોરી થઈ હતી. જેને લઈ શ્યામભાઈ કિશોરભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેની ઓફિસે ફિટ કરેલ એસીના આઉટડોર યુનિટથી ઈન્ડોર યુનિટ સુધી બહારના ભાગે ગેસની કોપર પાઇપ તથા સાહેદની ઓફિસે ફિટ કરેલા આઉટરડોર એસીના કોપર પાઇપ મળી કુલ રૂ.૬૦૦૦ના કોપર પાઇપ લાઇનની ચોર ઇસમ ચોરી કરી ગઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી.સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.