અમરેલીમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમાડતાં પુરુષને ઝડપી પાડ્યો હતો. હીરામોતી ચોકમાં બીપીનભાઇ મનુભાઇ પરમાર (ઉવ.૪૭) આંક ફરકનો વરલી મટકાનો જુગાર રમી-રમાડતાં કુલ રોકડા રૂ.૬૨૦ સાથે ઝડપાયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ બી.આર. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.