અમરેલીમાં સગીરાના ભોળપણનો લાભ લઈ અનેક યુવાનો પોતાની મોહજાળમાં ફસાવી, લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જવાના કિસ્સા પોલીસ ચોંપડે નોંધાઈ રહ્યા છે. આરોપીઓને કાયદાનો જાણે કોઈ ડર ન હોય તેમ સગીરાની ઉંમર જાણતા હોવા છતાં આવું કૃત્ય કરતા હોવાથી આવા લોકો સામે ફિટકાર વરસી રહ્યો છે. આવો જ એક બનાવ અમરેલી શહેરમાં બનવા પામ્યો છે. જેમાં અમરેલીનાં સંધી સોસાયટીમાં રહેતા એક પરિવારની સગીરા(ઉ.વ.૧૪)ને ગુજકો મીલ સામે રહેતો અર્જુનનાથ ભરતનાથ નાથજી સગીરાને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી જતા સગીરાના પરિવારે યુવક સામે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.