અમરેલી તાલુકા હેલ્થ કચેરી દ્વારા આજરોજ “વિશ્વ મેલેરિયા દિવસ“ ની ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણીના ભાગરૂપે લોકોમાં મેલેરિયા અંગે જાગૃતિ લાવવા માટે એક આરોગ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી આજે તા.૨૫ના રોજ સવારે ૮ઃ૩૦ વાગ્યે જિલ્લા પંચાયત કચેરી, અમરેલીના કમ્પાઉન્ડથી શરૂ થશે.
રેલી નાના બસ સ્ટેન્ડ, મોટા બસ સ્ટેન્ડ થઈને તાલુકા હેલ્થ કચેરી, અમરેલીના કમ્પાઉન્ડમાં પૂર્ણ થશે. આ રેલીમાં સહભાગી થઈ રેલીને સફળ બનાવવા અનુરોધ કરાયો છે.