અમરેલીમાં રહેતા અને એસટી ડ્રાઇવર તરીકે નોકરી કરતાં એક પુરુષને તેની પત્નીએ પ્રેમી સાથે છરી મારી હતી. તેમજ મોબાઇલ લઇને જતી રહી હતી. બનાવ અંગે હરેશભાઈ મધુભાઈ ખુમાણ (ઉ.વ.૪૧)એ તેમના પત્ની મનીષાબેન તથા આંબરડી ગામે રહેતા સંજયભાઈ જગુભાઈ ધાધલ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમની નોકરી પૂરી કરીને તેમના ઘરે આવ્યા હતા. તેમની પત્નીને સંજયભાઈ ધાધલ સાથે આડાસંબંધ હતા. બંને આરોપીએ મળીને તેમને ઢીકાપાટુ માર્યા હતા તેમજ છરીના ઘા મારી મોબાઇલ લઇને જતા રહ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર.એન. માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.