અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે આવતીકાલે બુધવારે સવારે ૧૧ કલાકે જિલ્લા યુવક કોંગ્રેસની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકમાં પરેશભાઈ ધાનાણી, જિલ્લા પ્રમુખ પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર, પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર, ટિકુભાઈ વરુ, પૂર્વ યુવક કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ કોટડીયા, પૂર્વ જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઈ કોટડીયા સહિતના જિલ્લાના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે તો અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસના તમામ હોદ્દેદારો તથા દરેક તાલુકા તથા શહેર યુથ કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખો તથા અમરેલી જિલ્લા કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓ તથા યુવાનોને ઉપસ્થિત રહેવા જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ સંદીપ ધાનાણીએ જણાવ્યું હતું.