અમરેલીમાં એક્ટિવા સવાર પાસેથી પોલીસે દેશી અને વિદેશી દારૂ ઝડપી પાડ્‌યો હતો. ગોપાલભાઇ ઉર્ફે કાળુ રાધેશ્યામભાઇ જોષી તથા મહાવીરભાઇ સેલારભાઇ ધાધલ એક્ટિવા લઇને પસાર થતા હતા ત્યારે તેમની પાસેથી પાંચ લીટર પીવાનો દેશી દારૂ તથા ઇંગ્લીશ દારૂની એક બોટલ મળી આવી હતી. પોલીસે ૩૭,૪૯૫ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધારીના સોઢાપરામાંથી એક મકાનની કાંટાળી વાડમાંથી પાંચ લીટર પીવાનો દેશી દારૂ પકડાયો હતો.
જાફરાબાદમાં ૪ તથા સાવરકુંડલામાંથી ૧૭ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે જિલ્લામાંથી પાંચ ઇસમો લથડિયા ખાતા મળી આવ્યા હતા.