અમરેલી શહેરમાં એસટીની ટક્કરથી પ્રૌઢનું મોત થયું હતું. બનાવ સંદર્ભે ઉષાબેન હસમુખભાઈ વ્યાસ (ઉ.વ.૭૨)એ એસટી બસ નંબર જીજે-૧૮-ઝેડ-૬૪૨૩ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના પતિ ફજી વેગો મોટર સાયકલ નંબર ય્ત્ન-૧૪-છડ્ઢ-૨૩૯૧ લઈને જતા હતા તે દરમિયાન એસટી બસ નં.ય્ત્ન-૧૮-ઢ-૬૪૨૩ ના ચાલકે પોતાની બસ પુરઝડપે તથા બેફિકરાઈ ભરી રીતે ચલાવી તેમના પતિને અડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઈજા થવાથી મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.કે.ઓડેદરા વધુ તપાસ કરી રહ્યા છે.