અમરેલી સિટીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. એક કિશોર પાસે યુવકે મુખમૈથુન કરાવ્યું હતું અને બાદમાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્યુ કર્યું હતું. ઉપરાંત ગાળો બોલીને બે લાફા પણ માર્યા હતા. ભરતભાઈ પ્રાગજીભાઈ મકવાણા સામે ભોગ બનનાર કિશોરે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તે આરોપી સાથે આશરે બે વર્ષ પહેલા રહેતો હતો તે દરમિયાન આરોપીએ તેની વિકૃત કામવાસના સંતોષવા માટે અવારનવાર બળજબરીથી મુખમૈથુન કરાવી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કર્યુ હતું. જે અંગે તેણે આરોપીના પત્નીને વાત કરતાં જેમ ફાવે તેમ ગાળો આપી બે લાફા મારી પોતાના ઘરેથી ધક્કા મારી બહાર કાઢી મુક્યો હતો. જે બાદ આરોપીએ તેને સમજાવી ફરીવાર ઘરે પાછો લઇ જઇ આશરે એકાદ વર્ષ સુધી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી બન્ને જણાએ તેને ઘરેથી કાઢી મુકવાની તથા ખોટા કેસોમાં ફીટ કરી દેવાની ધમકીઓ આપી હતી.અમરેલી સિટી પોલીસ સ્ટેશનના પી.આઈ. એ.એમ.પરમાર વધુ તપાસ કરી રહ્યા છે.