આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ અમરેલી શહેર દ્વારા પ્રયાગરાજ કુંભ મેળામાં સેવા આપનાર નિર્મળભાઈ ખુમાણ, ડા. દેશાણી અને મહેશભાઈ સોલંકીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ દડુભાઈ ખાચર, સુરેશભાઈ સોલંકી, અમરેલી જિલ્લા પ્રમુખ દિલીપભાઈ બામટા, જીગ્નેશભાઈ કયાડ, સંજયભાઈ પોપટ અને ઉદયસિંહ રાજપૂત સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્મળભાઈ ખુમાણ અને અન્ય આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.