અમરેલી જિલ્લામાં બેરોકટોક રેતખનન થતું હોવાની વર્ષોથી વ્યાપક ફરિયાદો થઈ રહી હોવા છતાં ખનીજ વિભાગ નિંદ્રાની મુદ્રામાં હતું. જેમાંથી અચાનક જ સફાળુ જાગતા ૧ કરોડના મુદ્દામાલ સાથે ખનીજ ચોરી પકડતા રેતમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. ખનીજ વિભાગે વહેલી સવારે કુંકાવાવ-વડીયા માર્ગ ઉપર રેતી ભરેલા ૩ ડમ્પરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તથા ૩ કાર્બોસેલનાં ડમ્પર રોયલ્ટી વગરના ઝડપી સિઝ કરવામાં આવ્યા છે. આમ કુલ ૬ ડમ્પર ઝડપી પાડતા ખનીજ ચોરી કરતા વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો છે. અંદાજે ૧ કરોડ જેટલો મુદ્દામાલ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઝપ્ત કરવામાં આવેલ છે.