કળીયુગનો વધુ એક કાળો કિસ્સો સામે આવ્યો છે. અમરેલીમાં રહેતી એક સગીરાને છરી બતાવી પિતરાઈ ભાઈ થતા યુવકે તેની પર બળાત્કાર કર્યો હતો. ઉપરાંત છરી બતાવી કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. બનાવ અંગે સગીરાએ અબ્દુલભાઈ દિનમહમદભાઈ ઝુણેજા સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ થોડા દિવસ પહેલા તા.૧૪/૦૯/૨૪ ના રોજ ભોગબનનાર બીમાર પડતા મજૂરી કામે ગયેલ ન હતા અને એકલા ઘરે હતા તે દરમ્યાન આરોપી ભોગબનનાર પાસે આવી ભોગબનનારની એકલતાનો લાભ લઈ છરી બતાવી, સાથે આવવા દબાણ કરતા ભોગબનનારે સાથે જવાની ના પાડતા, આરોપીએ તેના ગળાના ભાગે છરી રાખી સાથે આવવા કહ્યું હતું.
જેનો વિરોધ કરતા આરોપીએ તેના હાથમાં રહેલી છરી દાઢીથી નીચે ગળાના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. જેથી લોહી નીકળવા લાગ્યું હતું.
તે બાદ આરોપીએ તેની ઇચ્છા વિરૂદ્ધ તેનું અપહરણ કરી, ગંદુ કામ કરવાના ઇરાદે ભારતનગર પાસે આવેલા નદીના પટમાં લઈ જઈ, છરીની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો.
ઉપરાંત છરી બતાવી કોઇને કહેશે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી. આ બાબતે સગીરાએ પરિવારજનોને વાત કરતા બાદમાં આરોપી દિનમહમદ સામે તેમણે ફરિયાદ નોંધાવી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.