અમરેલી જિલ્લા તમાકુ નિયંત્રણ સમિતિ (એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ) દ્વારા અમરેલી શહેરમાં તમાકુ વિક્રેતાઓના સ્થળ પર જઇ તપાસ, દંડ અને વસૂલાત કરવામાં આવી હતી. જનજાગૃત્તિલક્ષી આ કાર્યક્રમ અન્વયે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલમાં સમાવિષ્ટ અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, પોલીસ, પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ, ખોરાક અને ઔષધ નિયમન સહિતની કચેરીઓના સંયુક્ત પ્રયાસથી અમરેલી શહેરના વિવિધ સ્થળોએ આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ની વિવિધ કલમો હેઠળ હાથ ધરવામાં આવેલી આ કામગીરી અન્વયે અમરેલી શહેરના નાગનાથ બસ સ્ટેન્ડ, મોટા બસ સ્ટેન્ડ, લાઠી રોડ, કાલેજ સર્કલ, સ્ટેશન રોડ, વિસ્તારમાં ૦૮ કેસ થયા તે અન્વયે રુ.૧૩૫૦/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.