ગત તા.૧૭ના રોજ મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં ફિટ ઇન્ડિયા સાયકલિંગ ડ્રાઈવ શરુ કરવામાં આવી હતી, આ પ્રસંગે ૫૦૦થી વધુ સંખ્યામાં ઉત્સાહી સાઇકલિસ્ટ્‌સની ઉપસ્થિતિ હતી. આ ક્ષણને ઐતિહાસિક અને રાષ્ટ્રનો સૌથી મોટો સાઈકલિંગ કાર્યક્રમ બનાવવા દેશભરમાંથી ૧,૦૦૦થી વધુ ઉત્સાહી સાઇકલિસ્ટ્‌સ જોડાયા હતા. ‘જીહઙ્ઘટ્ઠઅૅહ ષ્ઠઅષ્ઠઙ્મી ઝ્રટ્ઠદ્બpટ્ઠૈખ્તહ’ ની શરુઆત કરવામાં આવી, વ્યક્તિગત અને સમૂહને દરેક રવિવારે સાઈકલ ચલાવવાની પ્રેરણા આપવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. વધતા જતા પ્રદૂષણના પડકાર સામે સાઈકલિંગ શ્રેષ્ઠ ઉકેલ છે તેમ કહી શકાય. “જીહઙ્ઘટ્ઠઅૅહ ષ્ઠઅષ્ઠઙ્મી ઝ્રટ્ઠદ્બpટ્ઠૈખ્તહ” એ “ય્િીહ ૈંહઙ્ઘૈટ્ઠ હ્લૈં ૈંહઙ્ઘૈટ્ઠ” અભિયાન માટે પણ પ્રેરક તરીકે કાર્ય કરશે. અમરેલી જિલ્લામાં તા.૨૨ ડિસેમ્બરના રોજ સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, મહત્વનું છે કે, હવેથી દર રવિવારે સવારે ૦૭ઃ૦૦ કલાકે અમરેલી સરદાર પટેલ રમત સંકુલ ખાતેથી સાઇકલ રેલીનું પ્રસ્થાન થશે. દર રવિવારે યોજાનાર આ સાઇકલ રેલીમાં અમરેલી જિલ્લાના વધુમાં વધુ નાગરિકો અને ખેલાડીઓને જોડાવા અનુરોધ કરાયો છે.