અમરેલીને સારી સુવિધા મળે તે માટે ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા દ્વારા વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. અમરેલી શહેર ખાતે રૂ.૧ર કરોડના ખર્ચે તૈયાર થનાર સેન્ટરપોઈન્ટથી રાધેશ્યામ આઈકોનિક રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ અમરેલી શહેર ખાતે રૂ.પાંચ કરોડના ખર્ચે તૈયાર થનાર જેસીંગપરા-નવા ખીજડીયા નોન પ્લાન રસ્તાનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતુ. એક સાથે કુલ રૂ.૧૭ કરોડના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવતા લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. આ તકે ભાજપના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.