અમરેલીમાં નકલી લેટરકાંડમાં યુવતીનું સરઘસ કાઢવાના કેસમાં યુવતીને જેલમાંથી છોડાવવા પાટીદાર અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં યુવતીને જેલમાંથી મુક્ત કરાવવા ખોડલધામ સમિતિ સક્રિય થઈ હતી. ત્યારે આ બાદ કોંગ્રેસ નેતા પરેશભાઈ ધાનાણીએ ટ્વીટ કરી રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે લાજ લેનારા સામે લડીશુ. કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં એક કુંવારી કન્યાનો ‘જાહેરમાં વરઘોડો’ કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..! કૌશિકભાઈ વેકરીયા સામે આક્ષેપ કરતો પત્ર વાયરલ થયો હતો. જેમાં અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખના નામે પત્ર વાયરલ થયો હતો. પત્ર પોતે ન લખ્યો હોવાનો અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખે ખુલાસો કર્યા બાદ કિશોર કાનપરીયાએ ખુલાસા પછી પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે યુવતી અને ભાજપ નેતા સહિત ૪ની ધરપકડ કરી હતી.