અમરેલીમાં રહેતા અકીલભાઈ હારૂનભાઈ બીલખીયા (ઉ.વ.૨૫)એ ઈમરાન ઉર્ફે ડોડી હનીફભાઈ ડેરૈયા તથા સલીમ ઉર્ફે છન્નો ઈબ્રાહમભાઈ રાઠોડ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કાકાને ઈમરાન ડેરૈયા પાસેથી પૈસા લેવાના હોવાથી તે લેવા માટે ગયા ત્યારે આરોપીએ તેમના હાથમાં રહેલ લાકડાનો ધોકો તેમના કાકાને મારી ‘પૈસા દેવાના નથી, થાય તે કરી લે’ તેમ કહ્યું હતું.
જ્યારે સલીમ રાઠોડે તેમના કાકાને ગાળો બોલી હાથ ઉપર ધોકાના ઘા મારી પેન્ટના નેફામાંથી છરી કાઢી આડેધડ છરી ફેરવતા ગાલ ઉપર ઈજા થઈ હતી. જે બાદ તેમને તથા તેના કાકાને ‘અમરેલીમાં ન રહેતા નહિતર તમને ટાળી દઈશું, અમારૂં કોઈ કાંઈ નહીં કરી લે’ એમ કહીને ધમકી આપી હતી.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી. લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.