અમરેલીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પતિએ તેની પત્નીના ગાલ પર ગરમ લોઢી અડાડી હતી. ઉપરાંત મુંઢમાર માર્યો હતો. બનાવ અંગે જાનવીબેન જયેશભાઈ યાદવ (ઉ.વ.૩૯)એ પતિ જયેશભાઈ ભરતભાઈ યાદવ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ત્હોમતદારના મોટા બાપુનું વર્ષો પહેલા મર્ડર થયું હતું. જે વાતનો ગુસ્સો કરી મારામારી કરી ગાળો આપી હતી. તેમજ ચૂલા પર લોખંડની ગરમ લોઢી હતી તે ગાલ પર અડાડી હતી અને મુંઢમાર મારીને અવારનવાર દુઃખ-ત્રાસ આપતા હતા.