અમરેલી જિલ્લાના પીસી-પીએનડીટી વિભાગ દ્વારા તા.૨૮-૩-૨૦૨૫ના રોજ પીસી-પીએનડીટી એકટ-૧૯૯૪ અન્વયે રજીસ્ટર્ડ ડોકટરોના રિઓરીએન્ટેશન વર્કશોપનું આયોજન પી.બી. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને કરવામાં આવેલ. વર્કશોપની શરુઆતમાં ડો. આર. એમ. જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ પધારેલ અધિકારી-પ્રાઇવેટ રેડિયોલોજીસ્ટ તથા ગાયનેકોલોજીસ્ટનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ સાથે પી.બી. પંડ્યાએ અમરેલી જિલ્લાનો સેકસ રેશીયો ઉંચો રહે તે માટે તમામ ડોકટરોને સહયોગ આપવા જણાવેલ. આ વર્કશોપમાં ડો. આર.આર.વૈદ્ય, નિવૃત્ત મદદનીશ નિયામક (એમ.સી.એચ.) ગાંધીનગર દ્વારા પીસી-પીએનડીટી એક્ટના અમલીકરણ તથા કલીનીક કક્ષાએ નિભાવવાના રેકર્ડ રજીસ્ટર, ફોર્મ-એફ, માસિક રિપોર્ટ, નવા-રિન્યુઅલ રજીસ્ટ્રેશન અને અન્ય કાયદાકીય ઘનિષ્ટ સમજ આપવામાં આવી હતી.