અમરેલી જિલ્લામાં પૂરપાટ ઝડપે વાહન ચલાવવાને કારણે ઘણીવાર ગંભીર અકસ્માત થતા હોય જેમાં અમરેલીમાં રસ્તો ઓળંગી રહેલા માતા-દીકરીને એક અજાણ્યા કારચાલકે અડફેટે લેતા દીકરીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અમરેલીમાં રહેતા ચેતનાબેન પરેશભાઈ પરમારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેની દીકરી સાથે રસ્તો ઓળંગી રહ્યાં હતા ત્યારે એક અજાણ્યો કારચાલકે બેફિકરાઈભર્યુ વાહન ચલાવી તેની દીકરીને અડફેટે લેતા દીકરીને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક નાસી ગયો હતો. જેથી ચેતનાબેને અજાણ્યા કારચાલક સામે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.