અમરેલીમાં લાઠી રોડ પર આવેલી બ્રાહ્મણ સોસાયટીમાં બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરે રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કથામાં સીતા-રામના વિવાહનો પ્રસંગ શ્રોતાજનોએ વાદ્ય સંગીતના તાલે ઉમંગ-ઉલ્હાસ અને મગ્ન બનીને ઉજવ્યો હતો. કડકડતી ઠંડી હોવા છતાં સવારે અને બપોરે કથાનું રસપાન કરવા માટે ભકતજનો ઉમટી રહ્યા છે.