અમરેલીમાં રહેતો પશુપાલક તેના સાળા અને મિત્રો સાથે ભજીયા ખાવા ગયો હતો. જ્યાં આરોપીને તેમણે ભજીયામાં લીંબુના ફૂલ તો નથી નાખતાને તેમ પૂછતાં સારું નહોતું લાગ્યું અને ગાળો આપી છરી મારવા દોડયો હતો. તેમજ જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે અભય સાતાભાઈ પરમાર (ઉ.વ.૨૨)એ અશ્વિનભાઈ ભજીયાવાળા સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ, તેઓ તેમના સાળા તથા મિત્રો સાથે ભજીયા ખાવા માટે ગયા હતા. ત્યાં આરોપીને ભજીયામાં લીંબુના ફૂલ તો નથી નાખતા તેવું પૂછતાં આરોપીને સારૂ નહોતું લાગ્યું અને એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળ બોલવા લાગ્યો હતો. તેમજ તેમની પાસે રહેલી છરી તેમને મારવા જતા જમણા હાથની ટચલી આંગળીના ટેરવા ઉપર ત્રણેક ટાંકાઓ તથા ડાબા હાથના અંગૂઠા ઉપર બે ટાંકાની ઇજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.