અમરેલીમાં મિલકત બાબતે ભાઈઓમાં ઝઘડો થયો હતો. ભીખાલાલ વનમાળીદાસ અગ્રાવત (ઉ.વ.૬૯)એ ભરતભાઈ વનમાળીદાસ અગ્રાવત સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી અપરણીત હોવાથી તેમની સાથે રહેતા હતા. દસેક વર્ષથી મિલકત બાબતે ખોટી રીતે ભાઈઓ ભાગ માંગી અવારનવાર ઝઘડો કરતા હતા. જે વાતનો ખાર રાખી તેમને ધારીયા વડે માર મારી, ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.