આવતી કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમરેલી જિલ્લાનાં પ્રવાસે આવી રહ્યાં હોય ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે રેલ્વે બ્રિજ અને રેલ્વે સ્ટેશનનાં વડાપ્રધાનનાં હસ્તે થયેલા ખાતમુહૂર્તને લઈને આકરા પ્રહારો કર્યા છે. તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાને કરેલા ખાતમુહૂર્ત બાદ ફરી વખત મુખ્યમંત્રી એજ કામોનું ખાતમુહૂર્ત કરે તે જનતાને ગુમરાહ કરવાનો પ્રયાસ છે. અને જનતાની સ્થાનિક આગેવાનો વિશ્વાસઘાત કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં બનતા નવા રોડ સારી ગુણવત્તાથી થાય તે માટે મુખ્યમંત્રી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.