અમરેલીમાં એ.આર.ટી.ઓ. દ્વારા મોટરસાયકલ વાહનોની નવી સિરીઝ GJ ૧૪ MN, MQ, MR ૦૦૦૧ થી ૯૯૯૯ માટે અને ટ્રાન્સપોર્ટ વાહનો માટે નવી સિરીઝ GJ ૧૪ X ૦૦૦૧ થી ૯૯૯૯ માટેની ઈ-ઓકશન પ્રક્રિયા હાથ ધરાશે. અમરેલી એ.આર.ટી.ઓ. દ્વારા આ માટે ઓનલાઈન અરજી આગામી એપ્રિલ મહિનાની ૧૨મી તારીખે સાંજે ૪ વાગ્યાથી ૧૪મી તારીખે સાંજે ૪ વાગ્યા સુધી કરી શકાશે. બિડિંગનો સમયગાળો ૧૪મી એપ્રિલથી ૧૬મી એપ્રિલ, ૨૦૨૫ સુધી રહેશે અને ઈ-ઓકશનનું પરિણામ ૧૬મી એપ્રિલે જાહેર કરવામાં આવશે. ઈ-ઓકશનમાં ભાગ લેવા માટે અરજદારે https://parivahan.gov.in/parivahan/ પર નોંધણી કરાવવાની રહેશે, જેમાં યુઝર આઈડી અને પાસવર્ડ બનાવ્યા બાદ હરાજી અને ચુકવણીની પ્રક્રિયામાં ભાગ લઈ શકાશે.