અમરેલીમાં ચિતલ રોડ પર ગાયત્રી મંદિર પાસેથી અંજીક્ય ઉર્ફે સોનુ માર્તનરાવ ઢોણે (ઉ.વ.૩૦) તથા કુલદીપ ઉર્ફે ભુરો નીતીનભાઈ ગણાત્રા મોટર સાયકલ લઇને પસાર થતા હતા ત્યારે અટકાવી તલાશી લેતાં ભારતીય બનાવટના વિદેશી બીયરના ૨૨ ટીન પકડાયા હતા.
પોલીસે બે મોટર સાયકલ સહિત રૂ. ૧,૦૨,૮૮૨નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રોહીસા ગામેથી મહિલા પાસે કાપડની થેલીમાં સંતાડેલા વિદેશી દારૂની ૪ બોટલ મળી હતી. ૩૫ શખ્સો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. નાગેશ્રી ગામે સીમ વિસ્તારમાં એક વાડીએથી દેશી દારૂ બનાવવાનો ૧૨૫ લીટર આથો ઝડપાયો હતો. ૨૩ ઇસમો કેફી પીણું પીને જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.