અમરેલીમાં રહેતા એક યુવકને માથું દુઃખતું હતું. જેનાથી કંટાળી એક સાથે છ થી સાત ટિકડી પીધી હતી. જયશ્રીબેન પરેશભાઈ દેવમુરારી (ઉ.વ.૩૮)એ જાહેર કર્યા મુજબ, મહેક પરેશભાઈ દેવમુરારી (ઉ.વ.૧૮)ને છેલ્લા એક વર્ષથી માનસિક રોગની બીમારી હતી. જેથી અમરેલી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલતી હતી. માથું દુઃખતું હોવાથી તેણે એક સાથે છ થી સાત ટિકડી પી લીધી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ ડી.વી. સરવૈયા વધુ તપાસ કરી રહ્યા છે.