અમરેલીનાં આંગણે સ્વામિનારાયણ મુખ્ય મંદિર અમરેલીધામ દ્વારા ભવ્યાતિભવ્ય પંચદશાબ્દી મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા.રરથી ર૮ ડિસેમ્બર સુધી યોજાનાર શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણને લઈ હરિભકતો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. સવારે ૯ થી ૧ર અને ૩ઃ૩૦ થી ૭ઃ૦૦ સુધી યોજાનાર આ કથા પારાયણમાં કથા સમય દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. સત્સંગીજીવન કથા પારાયણ હરિકૃષ્ણ ગૌશાળાની સામે, ડો.પીઠડીયાની વાડી, ધારી રોડ, અમરેલી ખાતે યોજાશે. કથા પારાયણમાં હરિભકતોને કથાશ્રવણ દરમિયાન કોઈ અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ પુરજાશમાં ચાલી રહી છે. કથાના વકતા શાસ્ત્ર હરિસ્વરૂપદાસજી અને હરિકૃષ્ણદાસજી સ્વામી પોતાના મુખેથી કથાનું રસપાન કરાવશે. કથામાં પધારવા માટે તમામ હરિભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ શ્રીમદ સત્સંગીજીવન કથા પારાયણનો લાભ લેવા સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પાણી દરવાજા, અમરેલીધામ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.