અમરેલી લેટરકાંડમાં ધરપકડ કરાયેલ પાયલ ગોટીનાં મામલે એડવોકેટ આનંદ યાજ્ઞિક રજૂઆત કરવા માટે અમરેલી એસ.પી. કચેરીએ પહોંચ્યા હતા. જેમાં તેમણે જિલ્લા પોલીસ વડા દ્વારા સીટની રચના કરવામાં આવી હોય તેનો અસ્વીકાર કર્યો હતો અને આઈ.જી. કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરી હતી. વિઠ્ઠલપુર ગામે પોલીસ રક્ષણ મુકાયેલું હોય તે પણ તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે, આરોપીઓને માર મારવામાં સામેલ તમામ પોલીસ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. આગામી દિવસોમાં ડીજીને મળીને રૂબરૂ રજૂઆત કરવામાં આવશે. ઉપરાંત હાઈકોર્ટમાં પીટીશન દાખલ કરવાની વાત પણ તેમણે જણાવી હતી.