અમરેલી, તા.૧૬
અમરેલીમાં સંત મોરારીબાપુના આશીર્વાદ અને સ્વર્ગસ્થ પ્રતાપભાઈ પંડ્‌યાના સૌજન્યથી સ્થપાયેલી લોકસાહિત્ય સેતુ સંસ્થાએ સફળતાપૂર્વક ૧૦ વર્ષ પૂર્ણ કર્યા છે. સારહી તપોવન
વૃદ્ધાશ્રમના વિશાળ પ્રાર્થના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ જોશીએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી, જ્યારે ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગોંડલીયાએ મહેમાનોનું સ્વાગત કર્યું. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને સારહી તપોવનવૃદ્ધાશ્રમના નિર્માતા મુકેશભાઈ સંઘાણી હતા, જ્યારે મુખ્ય મહેમાન તરીકે ડા. જી.જે. ગજેરા ઉપસ્થિત રહ્યા હતા. લોકસાહિત્ય સેતુના કલાકારોએ તેમની પ્રસ્તુતિઓથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ કલાકારોમાં ચંદ્રકાંતભાઈ બારોટ, ઉર્વશીબેન બારોટ, કેવલભાઈ રોકડનો સમાવેશ થતો હતો. શીતલ આઈસ્ક્રીમના માલિક ભુપતભાઈ અને દિનેશભાઈ ભુવાના સૌજન્યથી કલાકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા. ડા. ગજેરા, મુકેશભાઈ સંઘાણી અને મુકુંદભાઈ મહેતાનું વિશેષ સન્માન કરવામાં આવ્યુ હતું.