અમરેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમરેલી ગણિત વર્તુળ શાળાના ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓનો ગણિતનો પાયો મજબૂત બનાવવા માટે એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. આ પ્રયોગ હેઠળ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ગણિતની તાલીમ આપવામાં આવશે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળ થવામાં મદદ કરવાનો અને ગણિત વિષય પ્રત્યે રસ જગાડવાનો છે. આ માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષાર જોષી, વાઇસ ચેરમેન દામજી ગોલ, શાસનાધિકારી આશિષ જોષી અને અમરેલી ગણિત વર્તુળના અધ્યક્ષ એચ.એલ. પટેલ સહિતની ટીમ વિશેષ આયોજન કરી રહી છે. આ પ્રોજેક્ટમાં કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ એચ.એલ. પટેલ, એસ.કે. પાઠક, પી.આર. પટેલ, આર.કે. માલનિયા, ડી.બી. લલાડિયા, પી.બી. રાજ્યગુરુ અને વૈદિક ગણિતના નિષ્ણાત કનુભાઇ કસવાલા પણ મહત્વનું યોગદાન આપી રહ્યા છે.