અમરેલી પોલીસ સાયબર ક્રાઇમને લઇ અવેરનેસ કાર્યક્રમો કરી રહી છે, તેમ છતાં લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે. અમરેલીમાં રહેતા એક શિક્ષક સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા. કિરણકુમાર હરજીવનભાઇ વિસાણી (ઉ.વ.૪૪)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, અજાણ્યા વ્યક્તિએ તેમની જાણ બહાર એક્સિસ બેંકનાં ક્રેડિટ કાર્ડનો દુરઉપયોગ કરી તેમાં રૂ.૪૦,૭૨૪ તથા રૂ.૪૧,૧૩૨ ના બે અલગ-અલગ ટ્રાન્જેક્શન દ્વારા કુલ રૂ.૮૧,૮૫૬ નું ફ્રોડ કર્યું હતું. જે રકમની ભરપાઇ ન કરતા તેના વધતા વ્યાજ સાથે હાલ ભરવાના થતા રૂ.૯૪,૩૮૬ ની ફરિયાદી સાથે છેતરપિંડી કરી હતી. અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના કે.વી. ચુડાસમા વધુ તપાસ કરી રહ્યા છે.