અમરેલીના માનવસેવા અને રાષ્ટ્રધર્મને વરેલા સંવેદન ગૃપ દ્વારા લાઠી રોડ પર આવેલ ‘શહીદ સ્મારક’, કોલેજ સર્કલ ખાતે રવિવારે સાંજે શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સંસ્થાના સંયોજક વિપુલ ભટ્ટીએ આઝાદીનાં આ શૂરવીર લડવૈયા આપણાં સાચા સુરાપુરા હોવાનું જણાવી કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરી હતી. વિશ્વ હિન્દુ પરિષદ અમરેલી જિલ્લા પ્રમુખ ઈતેશભાઈ મહેતાએ ક્રાંતિ અને દેશદાઝની આ કેસરી મશાલ પ્રજ્વલિત રહે એવી યુવાનોને અપીલ કરી હતી. આ તકે દીપક મહેતા, મુકેશ મંડોરા, ચેતન ચૌહાણ, સંજય સવાણી સાથે ચિરાગ ત્રિવેદી, રાજેશભાઈ ગાંધી, પરેશભાઈ મહેતા, ઈતેશભાઈ, પ્રફુલ્લભાઈ ધામેચા, હરેશભાઈ ભાયાણી, કિશોરભાઈ દવે, પ્રિયકાન્તભાઈ વાઘેલા સહિતે શહીદ વંદના કરી હતી.