અમરેલી શહેરમાં સલૂનમાંથી દેશી તથા વિદેશી દારૂ મળી આવતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ફેજલભાઇ મજીદભાઇ પઠાણ (ઉ.વ.૨૫, ધંધો.હેર કટીંગ) પાસ વગર પોતાના કબ્જા ભોગવટાના મકાને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની ૧ બોટલ તથા દેશી પીવાનો દારૂ લીટર-૦૫ મળી કુલ કિ.રૂ.૧૩૭૦નો મુદ્દામાલ ઝડપાયો હતો. જિલ્લામાં ૫ સ્થળેથી ૧૯ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જ્યારે ૮ ઇસમો કેફી પીણું પીને ફરતા મળી આવ્યા હતા.