અમરેલીમાં લાઠી રોડ પર રિલાયન્સ પેટ્રોલ પંપ સામે સુરત પાસિંગની ફોર વ્હીલના ચાલકે એક પુરુષને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘવાયેલા પુરુષને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેનું મોત થયું હતું. બનાવ અંગે અનિલભાઈ પ્રવિણભાઈ અગ્રાવત (ઉ.વ.૩૮)એ જીજે-૦૫-જેએચ-૮૫૪ના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પિતા અમરેલી-લાઠી રોડ ઉપર આવેલા લાલાવાવ હનુમાનજીનું મંદિરે સાયકલ લઇને દર્શન કરવા ગયા હતા. ત્યાં દર્શન કરીને ઘરે પરત આવતા રિલાયન્સ પેટ્રોલ પંપની સામે રોડ ઉપર પહોંચતા લાઠી બાજુથી એક સફેદ કલરની ફોર વ્હીલ આર.ટી.ઓ. રજી. નં.જી.જે.૦૫-જે.એચ. ૮૫૧૪ નો ચાલક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી માણસની જીંદગી જોખમમાં મુકાય તે રીતે ચલાવીને આવ્યો હતો અને તેના પિતાને પાછળ ભટકાડતા રોડ ઉપર પડી જતાં માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચાડી હતી. જેથી સારવાર અર્થે ખસેડાયા હતા. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું.