સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લાકક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલ યોજના અન્વયે આગામી શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ના સમયગાળા દરમિયાન, યોજનામાં સમાવવા માટે સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. જેમાં અમરેલી જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત અંડર ૦૯, અંડર-૧૧ના તાલુકાકક્ષા એથ્લેટિક્સ રમતમાં ૩૦ મીટર દોડ, ૫૦ મીટર દોડ, સ્ટેન્ડીંગ બ્રોડ જમ્પ સ્પર્ધામાંથી ૧ થી ૮ વિજેતા ભાઈઓ-બહેનોને અલગ તારવી જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટનું આયોજન તા.૧૧.૦૩.૨૦૨૫ અને તા.૧૨.૦૩.૨૦૨૫ના અમરેલી સ્થિત સરદાર પટેલ રમત સંકુલ ખાતે કરવામાં આવ્યું હતું. જિલ્લાકક્ષા બેટરી ટેસ્ટમાં ૪૫૦ ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ બેટરી ટેસ્ટમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ રાજ્યકક્ષાની બેટરી ટેસ્ટમાં ભાગ લેવા જશે અને તેમાંથી પસંદ થયેલા ખેલાડીઓ જિલ્લાકક્ષા સ્પોટ્‌ર્સ સ્કૂલમાં પ્રવેશ મેળવશે.