અમરેલીમાં વિશ્વાસ આઈકોન, ચક્કરગઢ રોડ, બાયપાસ પાસે સત્સંગ સમારોહનું આયોજન કરાયું હતું. શુક્રવારે રાત્રે ૮.૩૦ કલાકે બ.પૂ.પા. સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના શિષ્ય પૂ. સ્વામી ભોલાનંદ સરસ્વતીજી મહારાજનો સત્સંગ સમારોહ યોજાયો હતો, જેમાં વિશાળ સંખ્યામાં સત્સંગીઓ ઉપસ્થિત રહ્યા હતા. પૂ. ભોલાનંદ સરસ્વતીજી મહારાજે કહ્યું હતું કે, શિવપૂજાથી મન શુદ્ધ થાય છે અને વ્યક્તિ પાપમાંથી મુક્તિ મેળવે છે.