અમરેલી અને તેમજ આજુબાજુનાં ગ્રામ્ય વિસ્તારોની લાગણી તેમજ સામાજીક સંસ્થાઓની રજુઆતને ધ્યાને લઈ અમરેલી એસ.ટી. ડેપો દ્વારા આજે સાંજે ૭ઃ૩૦ કલાકે અમરેલી-અંબાજી બસનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ બસ વાયા લાઠી, બોટાદ, અમદાવાદ, મહેસાણા, સિધ્ધપુર, પાલનપુર થઈ સવારે ૬ઃર૦ કલાકે અંબાજી પહોંચશે. ત્યાથી સાંજના પ કલાકે આ રૂટ પર અમરેલી ખાતે વહેલી સવારે ૩ઃપ૦ કલાકે પહોચશે. અમરેલી-અંબાજીનો શુભારંભ ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. આ બસ શરૂ થતા મુસાફરોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.