અમરેલી અનાજ કરીયાણા રીટેલ મર્ચન્ટ એસોસીએશનની બેઠક ચતુરભાઈ અકબરીના અધ્યક્ષ સ્થાને કારોબારી સભ્યોની મીટીંગ મળી હતી. આ મિટિંગના અંતે તમામ સભ્યોને પ્રવાસ કરાવવાનો આયોજન કરવામાં આવેલ છે. મીટીંગમાં હાજર રહેલા સભ્યો બાબુભાઈ કાબરીયા, ગિરીશભાઈ ભટ્ટ, મુકુંદભાઈ ગઢીયા, નવનીતભાઈ પડસાલા, આર.કે ગેડીયા, કાનાણીભાઈ, હરેશભાઈ સાદરાણી, અશોકભાઈ અટારા, લાલભાઈ ગઢીયા, યોગેશભાઈ ગણાતરા, હસુભાઈ ભાટિયા તથા તમામ કારોબારી સભ્યો હાજર રહેલા તેમજ આમંત્રિત મહેમાનોમાં જીતુભાઈ ગોળવાળા, જગદીશભાઈ સેલાણી, ભાવેશભાઈ આડતીયા, દિનેશભાઈ ભુવા, ડો. ગજેરા, મજબૂતસિંહ બસીયા, જીલુભાઇ વાળા, ડો. ખૂંટ, યોગેશભાઈ કોટેચા, હકુભાઈ ચૌહાણ, તેમજ સંજયભાઈ રામાણી તથા જગતભાઈ કોટેચા હાજર રહી તમામ કારોબારી તથા એસોસિયનના સભ્યોને શુભેચ્છા પાઠવી અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.