અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાતે અમરેલી જિલ્લામાં ખાણ ખનીજની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા વાહન ચાલકો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપ્યું હતું. જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પીઆઈ વી.એમ. કોલાદરાની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે અમરેલી જિલ્લામાં અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે ચાલતા ૦૧ ડમ્પર, ૨ – ટ્રેકટર, ૨ – લોડર મળી કુલ ૫ વાહનોને ટ્રાફિકના જુદા જુદા નિયમો હેઠળ ડીટેઇન કર્યા હતા.