રાજય સરકાર દ્વારા મુસાફરોને સારી સગવડતા મળે તે માટે નવી બસનું આગમન થઈ રહ્યુ છે. જેમાં અમરેલી એસ.ટી.ડિવિઝનને ર૦ નવી બસ ફાળવવામાં આવતા સાંસદ નારણભાઈ કાછડીયા અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ લીલીઝંડી આપી બસનું પ્રસ્થાન કરાવ્યું હતું. રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી દ્વારા મુસાફરોની સગવડતા ખાતર નવી બસ ફાળવતા મુસાફર જનતામાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે. અમરેલી એસ.ટી.ડિવિઝનમાં ર૦ નવી બસનું આગમન થયુ છે. જેમાં અમરેલી ડેપોને ર, સાવરકુંડલા ડેપોને ૪, રાજુલા ડેપોને ૧, બગસરા ડેપોને ર, ધારી ડેપોને પ, ઉના ડેપોને ૩ અને કોડીનાર ડેપોને ૩ બસ ફાળવવામાં આવી છે. જેથી મુસાફરોને ઉત્તમ સેવાનો લાભ મળી રહેશે.