અમરેલી એસ.ટી. ડેપોમાં કોઈપણ પ્રકારની મંજૂરી વગર પ્લેટફોર્મનાં બોર્ડ ફેરવી નાખવામાં આવતા મુસાફરો હેરાન પરેશાન થયા છે અને જે જગ્યાએ બોર્ડ હતા તે જગ્યાએ તાત્કાલિક એજન્સી દ્વારા બોર્ડ લગાવવામાં નહી આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
સામાજીક અગ્રણી નરેશભાઈ વાળાએ ચીમકી આપતા જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં જા બોર્ડ યોગ્ય જગ્યાએ લગાવવામાં નહી આવે તો આવતી કાલે કલેકટર કચેરીએ જઈ અને અન્નજળ ત્યાગ કરી આંદોલન કરવામાં આવશે. તેમજ જે મુસાફરોએ રીઝર્વેશન કર્યું હોય તે માટે વેઈંટીંગ રૂમનાં તાળા પણ તાત્કાલિક ખોલવામાં આવે. વધુમાં તેઓએ જણાવ્યું કે, અમરેલી એસ.ટી. નિયામક દ્વારા એજન્સીને નોટિસ આપી હોવા છતાં તેનું પાલન કરવામાં આવેલ નથી.