ભારત સરકારના રાષ્ટ્રીય બિન-ચેપી રોગ નિવારણ અને નિયંત્રણ કાર્યક્રમ (NP-NCD) હેઠળ, રાજ્યમાં ૩૦ વર્ષ અને તેથી વધુ વયના લોકો માટે ૨૦ ફેબ્રુઆરી થી ૩૧ માર્ચ, ૨૦૨૫ સુધી NCD અંતર્ગત સ્પેશિયલ સ્ક્રીનિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાનનો ઉદ્દેશ્ય બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને ત્રણ પ્રકારના કેન્સર (મોં, સ્તન અને સર્વાઇકલ)નું સ્ક્રીનિંગ, નિદાન, સારવાર અને ફોલોઅપ કરવાનો છે. અમરેલી જિલ્લા કલેક્ટર અને જિલ્લા આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ, ૨૫ માર્ચના રોજ કલેક્ટર કચેરીમાં એક સ્ક્રીનિંગ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૫૫ કર્મચારીઓના બીપી અને ડાયાબિટીસની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૬ લોકોને ડાયાબિટીસ અને ૫ લોકોને બીપી હોવાનું નિદાન થયું હતું.