અમરેલી કોર્ટ બહાર યુવતી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. બનાવ અંગે મૂળ ખાંભાના મોટા સમઢીયાળા ગામના ખુશ્બુબેન રમેશભાઈ દાફડાએ રાજસ્થળી ગામના દિલીપભાઈ મનસુખભાઈ પરમાર સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ ફોર્મ ભરવા તેમના ભાઈ તથા મામી સાથે રીક્ષામાં બેસી કોર્ટમાં આવ્યા હતા. તે સમયે કોર્ટની બહાર આરોપીએ જૂના મનદુઃખમાં સ્ટીલના પાઇપ વડે મુંઢમાર મારીને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. દિલીપભાઈ મનસુખભાઈ પરમારે પણ આરોપીઓ સામે કોર્ટ કેસમાં સમાધાન કરવાનું જણાવતાં ઉશ્કેરાઈને ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી.