અમરેલી જિલ્લામાં થેલેસેમીયાના દર્દીઓને સમયાંતરે લોહી ચડાવવાનું હોય ત્યારે ઘણીવાર શહેરની બ્લડ બેંકોમાં લોહીની અછત હોય છે. જેથી થેલેસીમીયાના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. દર્દીઓને સરળતાથી લોહી મળી રહે તે માટે શીતલ આઈસ્ક્રીમ અને લાયન્સ કલબ ઓફ અમરેલી સિટી દ્વારા થેલેસેમીયાનાં દર્દીઓ માટે આવતીકાલ બુધવારના રોજ સવારે ૮ઃ૦૦ થી રઃ૦૦ વાગ્યા સુધી શીતલ કૂલ પ્રોડકટ લી. પ્લોટ નં. ૭પ થી ૮૧ જીઆઈડીસી અમરેલી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. દર્દીઓનાં હિત માટે મોટી સંખ્યામાં રકતદાન કરવા રકતદાતાઓને અનુરોધ કરવામાં આવ્યો છે.