જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકવાદીઓ દ્વારા હિન્દુઓના નરસંહારના વિરોધમાં સમસ્ત અમરેલી મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ કાઢી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. ટાવર ચોકથી લઈને રાજકમલ ચોક સુધી યોજાયેલી રેલીમાં વિશાળ સંખ્યામાં મુસ્લિમ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા. રેલી દરમિયાન ભારત માતા કી જય અને પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ
લાગ્યા હતા.
આ હેવાનિયત ભર્યુ કૃત્ય છે. મુસ્લિમ સમાજ આનો સખત શબ્દોમાં વિરોધ કરે છે અને આંતકવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા સરકાર પાસે માંગ કરે છે.
મહેબૂબ બાપુ કાદરી – પ્રમુખ સમસ્ત મુસ્લિમ સમાજ